બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેતાની સાથે જ નીતિશકુમારને નામે થશે આ રેકોર્ડ
બહુ જૂની કહેવતને ચૂંટણીના છેલ્લા તબક્કામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉચ્ચારી અને ચૂંટણીના પરિણામ સ્વરૂપે મતદારોએ જવાબ આપ્યો. તો આ જ કહ્યું `અંત ભલા તો સબ ભલા`. એક્ઝિટ પોલ બાદ નીતિશ કુમારની ઓફિસ પર સન્નાટો છવાઈ ગયો હતો. ત્યાં પરિણામ બાદ તીર છાપ ઝંડો ફરકવા લાગ્યો. કાર્યકર્તાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ઉત્સાહથી તેમનો ચહેરો ખીલી ઉઠ્યો.
ઝી મીડિયા, અમદાવાદ: બહુ જૂની કહેવતને ચૂંટણીના છેલ્લા તબક્કામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉચ્ચારી અને ચૂંટણીના પરિણામ સ્વરૂપે મતદારોએ જવાબ આપ્યો. તો આ જ કહ્યું 'અંત ભલા તો સબ ભલા'. એક્ઝિટ પોલ બાદ નીતિશ કુમારની ઓફિસ પર સન્નાટો છવાઈ ગયો હતો. ત્યાં પરિણામ બાદ તીર છાપ ઝંડો ફરકવા લાગ્યો. કાર્યકર્તાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ઉત્સાહથી તેમનો ચહેરો ખીલી ઉઠ્યો.
બિહારમાં ફરીથી નીતિશ સરકાર, આ દિવસે લઈ શકે છે મુખ્યમંત્રી પદના શપથ
કોઈપણ ચૂંટણીમાં મતની ગણતરી અને પરિણામ તેના અંતનો પરિચય હોય છે. નીતિશ કુમાર માટે ચૂંટણીનો રસ્તો ગમે તેટલો કાંટાળો રહ્યો હોય. પરંતુ અંત ભલા તો સબ ભલા. ભલે તેમની સીટો ઓછી થતી ગઈ. પરંતુ સત્તાવિરોધી લહેરની વચ્ચે તે જીતની હોડી પાર કરવામાં સફળ રહ્યા. ભલે તેમની જૂનિયર પાર્ટનર બીજેપી બિગ બ્રધરની ભૂમિકામાં આવી ગઈ. પરંતુ ટેલિવિઝન પર એનડીએની જીત જોઈને પોતાના ડ્રોઈંગ રૂમમાં બેઠા-બેઠા તે હસી રહ્યા હશે. કારણ કે તાજપોશી તો તેમની જ થશે. ચૂંટણી પહેલાં બીજેપી સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂકી હતી કે એનડીએ જીતશે તો મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ હશે.
Corona Update: કોરોનાના એક્ટિવ કેસ પર સારા અને રસી વિશે ચિંતાજનક સમાચાર, બંને જાણવા ખુબ જરૂરી
નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે તો તે એક રેકોર્ડ બનાવી દેશે અને તે છે સૌથી વધારે મુખ્યમંત્રી પદના શપથ લેવાનો.. નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે તો 7મી વાર શપથ લેશે.
સૌથી પહેલા 3 માર્ચ 2000માં મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ બહુમતના અભાવમાં સાત દિવસમાં તેમની સરકાર પડી ગઈ હતી.
24 નવેમ્બર 2005માં બીજી વાર તેમની તાજપોશી થઈ.
ત્યારબાદ 26 નવેમ્બર 2010માં ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા.
2014માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. પરંતુ 22 ફેબ્રુઆરી 2015માં ચોથી વાર મુખ્યમંત્રી બન્યા.
20 નવેમ્બર 2015માં પાંચમી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા.
પછી આરજેડીનો સાથ છોડ્યો તો ભાજપની સાથે 27 જુલાઈ 2017માં છઠ્ઠી વાર તાજપોશી થઈ.
બિહાર બાદ હવે આ ચૂંટણીઓમાં પણ BJP-JDU એ બાજી મારી, બહુમત મેળવ્યું
એવું માનવામાં આવી રહ્યું હતું કે નીતિશ કુમારની સામે ભારે નારાજગી છે. પરંતુ તે નારાજગીના ધુમ્મસથી પ્રધાનમંત્રીની આગેવાનીમાં એનડીએની જીતનો સૂરજ ચમક્યો છે. બિહારમાં એનડીએના નેતા હોવાના કારણે આ જીતનો તાજ નીતિશકુમારના માથા પર જ આવશે. ભાજપ સાથે નીતિશ કુમારનો સંબંધ 24 વર્ષ જૂનો છે. તેના પછી બંનેએ મળીને વિધાનસભાની પાંચ ચૂંટણી લડી. પરંતુ હંમેશા નીતિશની પાર્ટી જ મોટી પાર્ટી બનીને ઉભરી. આ પહેલી ચૂંટણી છે જ્યારે નીતિશકુમારની પાર્ટી નંબર 2 પર જતી રહી. અને તેમાં પણ ભાજપ સાથે બેઠકનું મોટું અંતર. પરંતુ હજુ ભાજપ નીતિશના નામના જાપ કરી રહી છે.
15 વર્ષથી બિહારની સત્તામાં નીતિશનું રાજ છે. એવામાં લોકોની નારાજગી સ્વાભાવિક છે. તેમ છતાં ચૂંટણી પરિણામ બતાવી રહ્યા છે કે નીતિશની અંતિમ ચૂંટણીમાં લોકોએ તેમને નિરાશ કર્યા નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube